તીન તલાક બિલ લોકસભામાં પસાર થયું , હવે મંજૂરી માટે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે …

0
744

તીન તલાક બિલ 2018 આજે 27મી ડિસેમ્બરે લોકસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. હવે આ  બિલ ટૂંક સમયમાં મંજૂરી મેળવવા માટે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. સંસદમાં 256 સાંસદોમાંથી 245 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું. જયારે 11 સભ્યોએ એનો વિરોધ કર્યો હતો. હૈદરાબાદના સાંસદ અસદુદી્ન ઓવૈસીએ રજૂ કરેલા ત્રણ  સુધારાઓના પ્રસ્તાવને પણ મંજૂરી મળી શકી નહોતી. કોંગ્રેસ અને અન્ના ડીએમકેના સભ્યોએ તીન તલાક બિલના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. સમાજવાદી પક્ષના સંસદ સભ્યોએ પણ મતદાનમાં ભાગ લીધો નહોતો. હવે આ બિલને રાજયસભામાં પસાર કરાવવાની બાબત ભાજપ સરકાર માટે એક પડકારરૂપ બની રહેશે. કારણ કે લોકસભામાં તો ભાજપ પાસે સભ્યોનું સંખ્યાબળ છે પરંતું , રાજયસભામાં ભાજપના સભ્યો લધુમતીમાં છે. આ અગાઉ પણ તીન તલાક બિલ લોકસભામાં બહુમતીથી પસાર કરાયું હતું, પણ રાજ્યસભામાં આ બિલ ઊડી ગયું હતું. આથી કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડીને સુધારા સાથે પુન તીન તલાક બિલ લોકસભામાં પેશ કર્યું હતું. હવે બધો આધાર રાજયસભા પર છે. વિપક્ષનું કહેવું એમ છે કે, તીન તલાકના આ બિલમાંથી સજાની જોગવાઈને રદ કરવામાં આવે. પરંતું સરકારનું માનવું એમ છે કે, આ બિલમાં સજા અને દંડની જોગવાઈને લીધે મહિલાઓનો પક્ષ વધુ મજબૂત બનશે. આ મહિલા સશ્ક્તીકરણનો ગણવામાં આવી રહ્યો છે. તીન તલાક લેનારના મામલામાં પતિને 3 વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ છે.

  કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતુંકે, આ બિલ માનવતા અને ન્યાય માટે છે. બન્ને ગૃહની  સિલેક્ટ સંયુક્ત કમિટી સમક્ષ આ બિલ રજૂ કરવાની માગણી કરવામાં આવી હતી. દુનિયામાં 20 ઈસ્લામિક દેશોમાં પણ  આ તીન તલાક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here