

ગત 19 ડિસેમ્બરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તિબેટમાં પ્રવાસીઓના પ્રવેશ અંગે સંબંધિત પ્રસ્તાવ પર સહી કરીને મંજૂરી આપી હતી.આ કાયદા અંતર્ગત, તિબેટમાં પ્રવેશને પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવામાં છે. તેમણે જણાવ્યું હતું કે, જો તિબેટમાં અમેરિકાના પ્રતિનિધિઓને કે અમેરિકાના નાગરિકોને પ્રવેશ આપવામાં નહિ આવે તો તેને માટે ચીનને જ જવાબદાર ગણવામાં આવશે. ચીને આ કાનૂન બાબત કડક પ્રતિભાવ આપ્યો હતો. ચીનના વિદેશ મંત્ર્યાલયના પ્રવકતા હુઆ ચુનઈંગે જણાવ્યું હતુ કે, આ કાનૂન અમલમાં લાવવામાં આવશે તો તેના કારણે અમેરિકા અને ચીનના સંબંધોને નુકસાન થશે. ચીન અને અમેરિકા અનેક મુદા્ઓ બાબત મતભેદ ધરાવે છે. તેમાં દ્વિપક્ષીય વ્યાપાર તેમજ દક્ષિણ ચીન સાગરમાં બીજિંગની આક્રમક નીતિ શામેલ છે. અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા ગ્રહણ કરી ત્યારથી દિનપ્રતિદિન અમેરિકા- ચીન વચ્ચેના સંબંધો સતત વણસતા રહ્યા છે. ચીન અને અમેરિકા – બન્ને એકમેકને હંફાવવા માટે વિદ વિધ પ્રકારના નુસખાઓ અજમાવતા રહે છે.
અમેરિકાના પ્રમુખે તિબેટને લક્ષમાં રાખીને રેસિપ્રોકલ એક્સેસ ટુ તિબેટ નામનો કાયદો બનાવ્યો છે. જેમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે, અમેરિકાના રાજદૂત, વહીવટીતંત્રના અધિકારીઓ, પત્રકારો તેમજ અમેરિકાના આમ નાગરિકો કશી રોકટોક વિના તિબેટમાં પ્રવેશ કરી શકશે. ચીને અમેરિકાના આ કાનૂનનો સખત વિરોધ કર્યો છે. ચીને કહ્યું છે કે, તિબેટ એ ચીનનો આંતરિક મામલો છે. એમાં હસ્તક્ષેપ કરવાનો અમેરિકાને કોઈ જ અધિકાર નથી. તિબેટમાં કોઈનો પણ દેશની દખલગિરી ચીન સાંખી નહિ લે. તિબેટમાં જયારે ચીન સામે વિરોધ થાય છે ત્યારે એને શાંત કરવ માટે ચીનનું સરકારીતંત્ર સખત દમનકારી પગલાં લે છે. માનવ અધિકાર સંગઠન પણ ચીનની દમનખોરી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યું છે, પણ ચીન કોઈને ગાંઠતું જ નથી.