તિબેટના આદ્યાત્મિક ગુરુ દલાઈ લામા કહે છેઃ મહાત્મા ગાંધી ઈચ્છતા હતા કે મહંમદ અલી ઝીણા ભારતના વડાપ્રધાન બને, પણ જવાહરલાલ નહેરુએ એ વાત સ્વીકારી નહિ..નહિ્તર આજે ભારતના ભાગલા ન પડ્યા હોત..

0
987
Reuters

આદ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ કહ્યું હતું કે, ગાંધીજી તો ઈચ્છતા હતા કે મહંમદઅલી ઝીણા ભારતના પ્રથમ વડાપ્રધાન બને પણ જવાહરલાલે એમની વાત સ્વીકારી નહિ . નહિતર ભારત અને પાકિસ્તાન – એવાં ભાગલા નપડ્યા હોત. ભારત અખંડ રાષ્ટ્ર રહ્યું હોત.. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું પંડિત નહેરુને ખૂબ જ સારી રીતે ઓળખું છું. તેઓ અતિ અનુભવી અને બુધ્ધિશાળી વ્યક્તિ હતા, પણ મોટા માણસોથી પણ કયારેક આવી ભૂલ થઈ જતી હોય છે. દલાઈ લામાને તેમજ તેમના સમર્થકોને તિબેટમાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા હતા. દલાઈ લામાએ ભારતમાં  રાજકીય આશ્રય લીધો હતો. દલાઈ લામા અને તેમના સમર્થકો સાથે ચીનના શાસકોએ અત્યંત દમનકારી વર્તાવ કર્યો હતો.