તાલિબાનોએ મહિલા વોલિબોલ ખેલાડીનું માથું ધડથી અલગ કર્યું

 

કાબુલઃ અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનનું રાજ આવ્યું છે ત્યારથી રમત-ગમત ક્ષેત્રે ભવિષ્યનું સંકટ ઉભુ થઈ ગયું છે. હવે ફરી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. તાલિબાન લડાકુઓએ અફઘાનિસ્તાનની જૂનિયર મહિલા વોલિબોલ ટીમની પ્લેયરનું માથું ઘડથી અલગ કરી દીધું છે. જૂનિયર મહિલા નેશનલ ટીમના કોચે આંતરરાષ્ટ્રીય મીડિયાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, મહઝબીન હકીમી નામની પ્લેયરની ઓક્ટોબરની શરૂઆતમાં તાલિબાનોએ હત્યા કરી દીધી છે. કોઈએ આ વિશે કંઈ ના કહ્યું કારણકે તાલિબાનોએ તેમને ધમકી આપી હતી. અફઘાનિસ્તાનમાં અત્યારે અશરફ ગનીની સરકાર છે. આ પહેલાં મહજબીને કાબુલની લોકલ ક્લબમાં ભાગ લીધો હતો. તે ક્લબની સ્ટાર પ્લેયર હતી, થોડા દિવસ પહેલાં તેના મૃતદેહની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

ટીમના કોચના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટમાં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે એક-બે ખેલાડીઓ જ દેશની બહાર નીકળી શક્યા હતા. મહજબીન દેશ છોડવામાં નિષ્ફળ રહી હતી, તે ભૂલની સજા માટે તેણે પોતાનો જીવ આપવો પડ્યો. તાલિબાને સત્તામાં આવ્યા પછી ઘણી મહિલાઓના હક છીનવ્યા છે. અફઘાનિસ્તાનમાં દરેક રમતના ખેલાડીઓ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ટીમના કોચના જણાવ્યા પ્રમાણે, હાલના સમયે મહિલા ખેલાડીઓની હાલત ખૂબ ખરાબ છે. કારણકે તેમને દેશ છોડવો પડે છે અથવા છુપાઈને રહેવું પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here