તાલિબાને બેન્કના ઉચ્ચ હોદા્ પર હીજી મોહમ્મદ ઈન્દ્રીસ ની નિમણુક કરી ..

 

    તાલિબાનો હવે અફઘાનિસ્તાનમાં નવી સરકારની જપ્ત કરી દીધી હતી.  રચના કરવાની હિલચાલ કરી રહ્યા છે. જેના ભાગરૂપે તેમણે અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના કાર્યકારી ગવર્નર તરીકે હાજી મોહમ્મદ ઈદ્રીસની નિમણુક કરી દીધી છે. દુનિયાના મોટાભાગના દેશોએ અફઘાનિસ્તાન સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું છે. અમેરિકાએ સેન્ટ્રલ બેન્કની અબજો ડોલરની સંપત્તિઓ પણ  જપ્ત કરી દીધી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે તે વ્યક્તિ-હાજી મોહમ્મદ ઈદ્રીસની કાર્યકારી ગવર્નર તરીકે નિમણુક કરવામાં આવી છે તેઓ ની પાસે તો  કોઈ પણ પ્રકારનું હાયર એજ્યુકેશન નથી. તેઓ નાણાકીય બાબતોના જાણકાર નથી. તેમણે લાંબા સમય સુધી અફઘાનિસ્તાનની નાણાકીય બાબતોનું સુકાન સંભાળ્યું હતું. આ અગાઉ અમેરિ્કાની એરસ્ટ્રાઈકમાં 2016માં  માર્યા ગયેલા તાલિબાની નેતા મુલ્લા અક્તર મન્સૂરની આર્થિક બાબતોની કામગીરીનું સંચાલન કર્યું હતું. સેન્ટ્રલ બેન્કના કાર્યકારી ગવર્નરપદે નિમાયેલા શખ્સે ભલે કશું જ શિક્ષણ ના લીધું હોય, કે કોલેજમાં અભ્યાસ ન કર્યો હોય- પણ તે પોતાને સોંપવામાં આવેલી કામગીરી બહુજ સારી રીતે સંભાળી શકશે એવો તાલિબાનોને વિશ્વાસ છે. તાલિબાનો હવે અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ સુધારવાની બાબતને પ્રથમિકતા આપી રહ્યા છે. હજી તો અફઘાનિસ્તાનમાં ચારેકોર અરાજકતાનો માહોલ છે. તાલિબાનો પ્રત્યે ગુસ્સો , અણગમો અને ભય ધરાવતા અફઘાનિસ્તાનના નિવાસીએઓ પોતાનો જીવ બચાવવાના ઈરાદે દેશ છોડીને ભાગી રહ્યા છે. તાલિબાનીઓના શાસનમાં પોતાના જીવનની સલામતી નથી. પોતાનું કુટુંબ અને બાળકોના જીવને જોખમ છે- એ વાત તેઓ સારી રીતે સમજી શક્યા છે. આથી જ્યાં પણ આશરો મળે તે દેશમાં જઈને ઠરીઠામ થવા માટે તેઓ મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. અફઘાનિસ્તાનને અમેરિકા કે યુએનઓ – સહિત દુનિયાના દેશો કે સંસ્થા તરફથી મળતી આર્થિક સહાય હાલમાં બંધ કરી દેવામાં આવી હોવાથી તાલિબાનો વધુ મુશ્કેલીમાં મૂકાયા છે. સરકારી તંત્ર સાથે સંબંધિત વિવિધ વિભાગોમાં કામ કરનારા લોકો પોતાની નોકરી છોડીને જતા રહ્યા છે. તેમને ફરીથી કામ પર બોલાવવા માટે જરૂરી એ છેકે, તેમને સમયસર પગાર આપવો., પરંતુ હાલમાં જે સંજોગો ઊભા થયા છે તેને કારણે તાલિબાનોને સત્વરે જરૂરી નાણાંભંડોળ ઉપલબ્ધ થાય એવી કોઈ શક્યતા જણાતી નથી.