તાલિબાને નવી સરકારની જાહેરાત કરીઃ મુલ્લા અખુંદ વડા પ્રધાન, બરાદર નાયબ પીએમ

 

કાબુલઃ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને છેવટે નવી રખેવાળ સરકારની જાહેરાત કરી છે. સંગઠને અફઘાનિસ્તાનના આગામી વડા પ્રધાન તરીકે મુલ્લા હસન અખુંદનું નામ આપ્યું છે, જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદારને તેમના નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. જો કે અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હક્કાનીને અફઘાનિસ્તાનની રખેવાળ સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. 

અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાનીના માથા પર પાંચ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે અને હવે તાલિબાને તેને નવી સરકારમાં મહત્ત્વની જવાબદારી સોંપી છે. ભયાનક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કનો માસ્ટરમાઇન્ડ સિરાજુદ્દીન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ત્લ્ત્) સાથે પણ સંબંધ ધરાવે છે. તેને ત્લ્ત્નો પ્રોક્સી પણ માનવામાં આવે છે. તાજેતરમાં, આઈએસઆઈના ચીફ ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ અફઘાનિસ્તાનની મુલાકાતે હતો અને કાબુલની સેરેના હોટલમાં રોકાયો હતો. આ મુલાકાત બાદથી એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાન તાલિબાન સરકારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. 

સિરાજુદ્દીન હક્કાની ૨૦૦૮માં તત્કાલીન અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈની હત્યાના પ્રયાસના આયોજનમાં પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. કેટલાક આત્મઘાતી હુમલાઓમાં તેની કથિત સંડોવણી અને અલ-કાયદા સાથેના નજીકના સંબંધો પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનું કારણ છે. હમીદની મુલાકાત બાદ તાલિબાને તેમની સરકારની જાહેરાત કરી અને સિરાજુદ્દીન હક્કાનીને નવા ગૃહમંત્રીનો હોદ્દો આપ્યો. હવે ગૃહ મંત્રાલય પાસે એવા ડેટાની એક્સેસ હશે જે અફઘાનિસ્તાનમાં લોકશાહીને મજબૂત કરવા માટે તાલિબાન સામે કામ કરતા અફઘાન નાગરિકો માટે હાનિકારક હોઈ શકે.

વૈશ્વિક આતંકવાદીનો ટેગ આપ્યો છે અમેરિકાએ

અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાની પર ઈનામ રાખીને વૈશ્વિક આતંકવાદીનો દરજ્જો આપ્યો છે. સિરાજુદ્દીન સોવિયત વિરોધી મુજાહિદ્દીન કમાન્ડર જલાઉદ્દીન હક્કાનીનો પુત્ર છે. એફબીઆઈ દ્વારા જાન્યુઆરી ૨૦૦૮માં રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ ધડાકામાં તે વોન્ટેડ છે. હોટલ પર થયેલા આ બ્લાસ્ટમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ તેની ધરપકડ માટે પાંચ મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી છે.

અફઘાનિસ્તાન સરકારમાં કયું મંત્રાલય છે?

નવી સરકારની જાહેરાત કરતી વખતે તાલિબાને તેમના નામોની યાદી પણ જાહેર કરી હતી, જેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે. તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા યાકુબને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. મુલ્લા બારાદાર ઉપરાંત મુલ્લા અબ્દાસ સલામને પણ નવી સરકારમાં નાયબ પીએમ બનાવવામાં આવ્યા છે.