તાલિબાને કાશ્મીરના મુદે્ આશ્ચર્યજનક નિવેદન આપ્યું …

 

   તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં અનસ હક્કાનીએ જણાવ્યું હતું કે, કાશ્મીર અમારા અધિકાર ક્ષેત્રમાં આવતું નથી , અમે એ મામલે કશો હસ્તક્ષેપ કરવા માગતા નથી. અમારી નીતિ પ્રમાણે અમે બીજા દેશના મામલામાં કશી ડખલ કરતા નથી. અમે આશા રાખીએ છીએ કે, બીજા દેશો પણ અમારા મામલામાં ડખલ ન કરે. અમે તમામ વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ. અમે દુનિયાના દેશો સાથે સારા સંબંધો રાખવામાં માનીએ છીએ. ભારત સાથે અમે સારા સંબંધો રાખવા માગીએ છીએ. ભારતે અમારા દુશ્મન દેશને 20 વરસ મદદ કરી છે, પણ અમે બધું ભૂલીને ભારત સાથે સંબંધો આગળ વધારવા માગીએ છીએ. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં હિન્દુ, શીખ સહિત બધા સુરક્ષિત છે. હિંદુ અને શીખ સમુદાય પણ અન્ય સમુદાયના લોકોની જેમ અફઘાનિસ્તાનમાં શાંતિથી રહેશે.