તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે પત્રકાર પરિષદનું આયોજન કર્યું ..અમેરિકાને આપી ચેતવણી : અમેરિકાની ( નાટોની ) સેના 31 આગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડીને જતી રહે, નહિતર…….!!

 

     તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે નાટોની સેનાને તાત્કાલિક ધોરણે અફઘાનિસ્તાન છોડીને જતા રહેવાનું ફરમાન કર્યું હતું. તાલિબાને જણાવ્યું હતું કે, આગામી 31 ઓગસ્ટ સુધીમાં અમારો દેશ છોડીને અમેરિકાના લોકો  અને સૈનિકો પાછા જતા રહે. 31 ઓગસ્ટ સુધીમાં અમેરિકા પોતાની તમામ કામગીરી સમાપ્ત કરી લે. અમે 31 ઓગસ્ટની સમય મર્યાદા વધુ વધારવાના  પક્ષમાં નથી. અમે અમેરિકાને વિનંતી કરીએ છીએ કે, તેઓ અફઘાનિસ્તાનના નિપુણ – નિષ્ણાત લોકોને અમારા દેશમાંથી બહાર ના લઈ જાય. અમેરિકાએ અફઘાનિસ્તાની ડોકટરો, એન્જિનિયર, ટેકનિશિયને તેમજ ભણેલા – ગણેલા લોકોને અમારા દેશમાંથી બહર ના લઈ જવા જોઈએ. તાલિબાનોએ અફઘાનિસ્તાન અને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમે લોકો તમારો દેશ છોડીને જશો નહિ. અમે કોઈ મહિલાને કામ કે નોકરી કરતાં રોકીશું નહિ. અમે શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ. અમે અમારા વતન અફઘાનિસ્તાનમાં એક નવી વ્યવસ્થા, નવી સરકાર બનાવવા માગીએ છીએ. અમે અફઘાનિસ્તાનનું રાષ્ટ્ર નવેસરથી નિર્માણ કરવા માગીએ  છીએ.  તાલિબાનોએ દેશનું સંચાલન કરવા માટે 12 સભ્યોની બનેલી એક કાઉન્સિલની રચના કરી હતી. જેના 7 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.