તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ના દયાબેન શો છોડી રહ્યા છે…

0
843

તારકમહેતા કા ઊલ્ટા ચશ્મામાં જેઠાલાલના ધર્મપત્ની દયાબેનની ભૂમિકા કરનારા દિશા વાકાણીના થોડા સમય અગાઉ લગ્ન થયાં હતા. નવેમ્બર 2017માં તેઓ એક પુત્રીની માતા બન્યાં હતા. હાલમાં તેઓ મેટરનિટી લિવ પર છે. ટીવી ઈન્ડસ્ટ્રીના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા વાકાણી હવે પોતાનો પૂરો સમય પોતાના સંતાનના ઉછેર માટે આપવા માગે છે. પોતાનું લગ્ન-જીવન અને પરિવારને પ્રાયોરિટી આપીને હાલ પૂરતું તેઓ સિરિયલને અલવિદા કરવા ઈચ્છે છે. જોકે આ સમાચારને સિરિયલના નિર્માતા કે ખુદ દિશા વાકાણી તરફથી સમર્થન હજી પ્રાપ્ત થયું નથી.