તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..

0
1263

છેલ્લા દસ વરસથીય વધુ સમયથી ટીવીના પરદે અતિ લોકપ્રિય બનેલી હાસ્ય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હીરોઈન , જેઠાલાલના ધર્મપત્ની દયાબેનની ભૂમિકા ભજવીને લાખો દર્શકોના મન જીતી લેનારાં અભિનેત્રી દિશા વાંકાણીન ઘણા લાંબા સમયથી શોમાં ગેરહાજર છે. તેમના લગ્ન થયાં, તેઓ માતા બન્યા વગેરે અનેક કારણોસર તેઓ રજા પર હતા. પરંતુ સિરિયલના નર્માતા આસિત મોદીને એવો વિશ્વાસ હતો કે, તેઓ જરૂર પાછા આવીને પોતાની ભૂમિકા ભજવવાનું શરૂ કરશે. પણ વાસ્તવમાં આવું કશું બન્યું નહિ. તેમની રાહ જોવાતી રહી. લાંબો સમયગાળો વિત્યો, પણ પરિસ્થિતિ યથાવત જ રહ. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે દયાબેનની ભૂમિકા માટે આસિત મોદીએ નવી અભિનેત્રીની શોધ શરૂ કરી દીધી છે. જો કે એ બધું થાળે પડતાંં પણ સમય તો લાગશે જ, પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ચાલતી રહેશે એવી ખાત્રી નિર્માતા મોદીએ આપી હોવાનું જણવા મળ્યું હતું.