તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી અગાઉ શશીકલાએ કરી એક મોટી ઘોષણા

 

 

      તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા જ અન્નાડીએમકેનાં અગ્રણી નેતા શશીકલાએ એક મોટી જાહેરાત કરી દીધી હતી. શશીકલાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. રાજકારણમાંતી સંન્યાસ લેવાની વાત કરતાં શશીકલાએ જણાવ્યું હતું કે, તેમણે કયારેય સત્તાનો મોહ નથી રાખ્યો. તે હંમેશા લોકોના હિત માટે કાર્ય કરતા રહેશે. તેઓ અમ્મા (જયલલિતા)ના ચીંધેલા માર્ગનું અનુસરણ કરતાં રહેશે. જાહેરજીવનમાં રહીને તેઓ લોકોના હિત માટે કામગીરી બજાવશે. તેમણે તામિલનાડુની આગામી  વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએ ડીએમકેના તમામ કાર્યકર્તાઓને એકતા રાખીને કામ કરવાની સલાહ આપી હતી. તેમણે કાર્યકરોને જણાવ્યું હતું કે, આપણે બધાએ સાથે મળીને એ નક્કી કરવું પડશે કે તામિલનાડુમાં એમજીઆરનું શાસન શરૂ થાય . અમ્માના કાર્યકરોએ જીએમકેને હરાવવા માટે કાર્ય કરતાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું તામિલનાડુના લોકોની હંમેશા આભારી રહીશ. શશીકલા પર ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ હતો. જેને કારણે તેમને જેલની સજા ફરમાવવામાં આવી હતી. થોડા સમય પહેલાં જ તે જેલમાંથી બહાર આવ્યા હતા. શશીકલાની આવી જાહેરાતને કારણે તામિલનાડુના રાજકીય ક્ષેત્રમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here