તામિલનાડુમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના બહિષ્કારની હાકલ કરતા કમલ હસન અને રજનીકાન્ત

0
938

તમિળ ફિલ્મ જગતના બે મહારથી અભિનેતાઓ રજની કાન્ત અને કમલ હસને તેમના પરસ્પરના મતભેદ ભૂલીને કાવેરી મેનેજમેન્ટ બોર્ડૃ સીએમબીની રચના કરવામાં ભાજપની કેન્દ્ર સરકારે દાખવેલી ઉદાસીનતા અને ઉપેક્ષાનો વિરોધ કરવા  હાથ મિલાવ્યા હતા. તેમણે તામિલનાડુના લોકોને ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલ યોજિત ક્રિકેટ રમતોનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ બન્ને પીઢ કલાકારો ચેન્નઈના વાલુવારકોટ્ટમ ખાતે આયોજિત વિરોધ- પ્રદર્શનમાં તમિળ ફિલ્મ ઉદ્યોગના અન્ય કલાકારો સાથે જોડાયા હતા.  તામિલનાડૂ રાજયમાં ખેડૂતો ભૂખમરાનો તેમજ દુષ્કાળની સમસ્યાથી ઘેરાયેલા છે. તેો પોતાનું દેવું ચુકવી શકવાની સ્થિતિમાં નથી. રાજ્યમાં પાણીની તીવ્ર તંગી પ્રવર્તે છે. આવી વિકટ પરિસ્થિતિમાં ચેન્નઈમાંઆઈપીએલની મેચો રમવાનું આયોજન ન થવું જોઈએ. લોકોએ ખેડૂતોની પીડાને લક્ષમાં રાખીને આવાં આયોજનનો સામૂહિક વિરોધ કરવા જોઈએ. અભિનેતા રજનીકાન્તે કહયું હતું કે, આ વરસે ચેન્નઈમાં આઈપીએલની મેચો ના રમાય તે યોગ્ય ગણાશે . જો હાલના તબક્કે એવું કરવું શક્ય ના હોય તો તમામ ક્રિકેટ ખેલાડીઓએ ખેડૂતોની સમસ્યા પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાટે કાળી પટ્ટી પહેરીને રમવું જોઈએ. ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ આ મદાંનો વિચાર કરવો જોઈએ. તામિલનાડુના નાના ખેડૂતોની સમસ્યાઓને ધ્યાન પર લઈને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કશોય વિલંબ કર્યા વગર સીએમબીની ( કાવેરી મેનેજમેન્ટ બોર્ડ)રચનાકરવાના વિષયે દરમ્યાનગીરી કરવી જોઈએ. કલાકાર કમલ હસને પણ અભિનેતા રજનીકાન્તના સૂચનને સમર્થન આપ્યું હતું.