તામિલનાડુની વેલ્લોર લોકસભાની ચૂંટણી હાલમાં રદ કરવામાં આવી ..

0
790

તામિલનાડુ , વેલ્લોર લોકસભાની બેઠક માટેની ચૂંટણી હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આગામી 18 એપ્રિલના બીજા તબક્કાના મતદાનમાં અહીં પણ મતદાન થવાનું હતું. વેલ્લોર લોકસભા બેઠકના ડીએમકે પક્ષના ઉમેદવારના ઘર અને ઓફિસ ખાતે થોડાક દિવસ અગાઉ આવકવેરા ખાતાએ પાડેલા દરોડા દરમિયાન ખૂબ જ મોટી માત્રામાં રોકડ  નોટોનો જંગાવર જથ્થો મળી આવ્યો હોવાનું આધારભૂત સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ ઈલેકશન કમિશને આ બેઠકની ચૂંટણી હાલ પૂરતી મુલત્વી રાખવા અંગે ખાસ વિનંતિ સાથે રજૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદજીએ વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી હાલ પૂરતી મુલત્વી રાખવાની ઉપરોક્ત ભલામણનો સ્વીકાર કર્યો હતો. આ બેઠક પર પુન ચૂંટણી યોજવાનું તેમજ તારીખ સહિતની વિગતો જાહેર કરવાનું જલ્દીથી નક્કી કર્યાબાદ જાહેરાત કરવામાં આવશે.