તામિલનાડુના રાજકારણમાં વધુ એક દિગ્ગજ ફિલ્મસ્ટારે એન્ટ્રી કરી છે.

0
927

તામિલનાડુના રાજકારણમાં વધુ એક દિગ્ગજ ફિલ્મસ્ટારે એન્ટ્રી કરી છે. જાણીતા અભિનેતા રજનીકાન્ત પછી હવે કમલ હસને બુધવારે રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને ભૂતપૂર્વ પ્રમુખ ડો. એપીજે અબ્દુલ કલામના રામેશ્વરમસ્થિત નિવાસસ્થાનેથી નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમણે પાર્ટીનું નામ ‘મક્કલ નિધિ મય્યમ’ (પીપલ જસ્ટિસ સેન્ટર) રાખ્યું છે અને પાર્ટીના ઝંડા પર એકતાનું ચિહ્ન દર્શાવ્યું છે. કમલ હસને કહ્યું કે તે રજનીકાન્ત કે અન્ય કોઈ પાર્ટી સાથે જોડાશે નહિ અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. (ફોટોસૌજન્યઃ ડેઇલી વર્લ્ડ)