તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને દ્રવિડ મુનેત્ર કળગમ – ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરુણાનિધિનું અવસાન

0
857

 

તામિલનાડુ રાજયના રાજકારણના ભીષ્મપિતામહ ગણાતા ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરુણાનિધિનું 94 વરસની જૈફ વયે ચેન્નઈમાં નિધન થયું હતું. તેમના અવસાનથી તામિલનાડુના રાજકીય ક્ષેત્રમાં અને તેમના બહોળા સમર્થક સમુદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આશરે સાત દાયકા સુધી તેઓ તામિલનાડુના રાજકીય  ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર બની રહ્યા હતા. પાંચ દાયકા સુધી તેઓએ ડીએમકેનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમના માનમાં રાજય સરકારે 7 દિવસનો શોક જાહેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી તેમને શ્રધ્ધાંજલિ આપી હતી.