
જનરલ બિપીન રાવના મોતથી અત્યંત દુઃખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકાંજલિ આપી.. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટવીટ કરીને સદગતની દેશ- સેવાઓને બિરદાવતી ભાવભરી અંજલિ આપી..
8 ડિસેમ્બરનો દિવસ તમામ ભારતવાસીઓ માટે દુઃખ અને ગમગીનીના સમાચાર લાવ્યો હતો. તામિલનાડુના કુન્નુરમાં આર્મીનું હોેલિકોપ્ટર ક્રેશ થવાથી તેમાં પ્રવાસ કરી રહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને લશ્કરના અધિકારીઓ સહિત કૂુલ 14 જણાના મોત થયાં હોવાના સત્તાવાર સમાચાર મળતા દેશ આખો સ્તબ્ધ બની ગયો હતો. આદરણીય રાષ્ટ્રપતિ કોવિંદજી ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સહિત અનેક મહાનુભાવોએ જનરલ રાવતની દેશ- સેવાને બિરદાવતી ભાવાંજલિ આપી હતી. જનરલ રાવતનુ શૌર્ય, બહાદુરી, હિંમત, દૂરંદેશી અને મજબૂત મનોબળ દેશ હંમેશા યાદ રાખશે. તેમણે કપરી પરિસ્થિતિમાં મહત્વના નિર્ણયો લીધા હતા. લશ્કરનું આધુનિકરણ કરવા માટે તેમણે જહેમત કરી હતી. લશ્કરની ત્રણે પાંખ વચ્ચે સમન્વય કેળવીને સુરક્ષાની કામગીરી કરવાની તેમની સૂઝ અને માર્ગદર્શને ભારતીય લશ્કરને વધુ સઘનતા અને મજબૂતી પ્રદાન કરી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બિપિન રાવત એવા બહાદુર સૈનિક હતા કે જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી.
જનરલ બિપીન રાવત ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર સાથે દિલ્હીથી એક કાર્યક્રમમાં ભાગ લેવા સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા ત્યારે કુન્નુરમાં તેમનું હલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં કુલ 14 લોકો હતા. અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ મળ્યા હોવાના સત્તાવાર સમાચાર મળ્યા હતા.