તાપસી પન્નુ હવે જેકલીન ફર્નાન્ડિસ સાથે કામ કરશે નહિ

 

 

નામ શબાના અને જુડવા-ટુ પછી ખૂબ જ લોકપ્રિય થયેલી અને ટોચની ગણાતી અભિનેત્રી તાપસી પન્નુએ એક ટેલિવિઝન શોમાં ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે પોતે ભવિષ્યમાં જેકલીન ફર્નાન્ડિસ સાથે કામ કરશે નહિ. એન્ટરટેઇનમેન્ટ કી રાત ટીવી શોમાં એક સવાલ પુછાયો કે તમે કઈ અભિનેત્રી સાથે કામ કરવાની ના પાડશો તેના જવાબમાં તાપસીએ તરત જ કહ્યું કે જેકલીન.
શા માટે? તેના જવાબમાં તાપસીએ કહ્યું કે જેકલીનનું ફિગર જોઇને મને ઈર્ષ્યા થાય છે. એ કાયમ ફિટ હોય છે. તેની ફીટનેસ મને અકળાવે છે.
નોંધનીય છે કે બન્ને અભિનેત્રીઓ જુડવા-2માં સાથે જોવા મળી હતી..