તાપસી પન્નુ ફરી એક વાર અમિતાભ સાથે ચમકશે


ફિલ્મ ‘પિન્ક’ પછી તાપસી પન્નુ ફરી એક વાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરશે. ‘કહાની’ જેવી હિટ ફિલ્મ આપનારા ફિલ્મસર્જક સુજોય ઘોષ ક્રાઇમ થ્રિલર ફિલ્મનું આયોજન કરી રહ્યા છે, જેમાં અમિતાભ બચ્ચન અને તાપસીને સાઇન કરવામાં આવ્યાં છે. સુનીલ ખેત્રપાલ દ્વારા નિર્મિત આ ફિ્લ્મને હાલમાં ‘બદલા’ નામ આપવામાં આવ્યું છે. આ ફિ્લ્મનુ શૂટિંગ જૂનમાં શરૂ થવાની શક્યતા છે. અમિતાભ બચ્ચનને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી હતી અને તાપસીએ પણ તરત આ ફિલ્મ કરવાની હા પાડી છે. ફિલ્મસર્જકે પોતાના તરફથી પૂર્વ-તૈયારી શરૂ કરી છે. હાલમાં અમિતાભ 102 નોટઆઉટમાં પોતાના રમૂજી પાત્રના પગલે ચર્ચામાં છે તો તાપસી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્ઝિયા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.