તાપસી પન્નુની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘બદલા’નું શૂટિંગ શરૂ થયું

ટોચની અભિનેત્રી તાપસી પન્નુએ પોતાની આગામી ફિલ્મ બદલાનું શૂટિંગ ગયા અઠવાડિયા શરૂ કરી દીધું છે. આ ફિલ્મ સુજોય ઘોષની ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે . પાટનગર નવી દિલ્હીમાં બનેલી નિર્ભયા કાંડની ઘટના પર આધારિત ફિલ્મ પિન્કમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યા પછી તાપસી ફરી એક વાર આ ફિલ્મમાં અમિતાભ સાથે ચમકી રહી છે. ગયા અઠવાડિયે આ ફિલ્મના શૂટિંગનો સ્કોટલેન્ડમાં આરંભ થયો હતો. તાપસીએ કહ્યું હતું, આ ફિલ્મનું મારું પાત્ર મારા વ્યક્તિત્વનું એક નવું પાસું રજૂ કરશે એમ મને લાગે છે. નીરજ પાંડે અને અક્ષય કુમારની નામ શબાના ફિલ્મ પછી તાપસીની ડિમાન્ડ વધી હતી અને ડેવિડ ધવનની વરુણ ધવનને ડબલ રોલમાં રજૂ કરતી ફિલ્મ જુડવા ટુ પછી તાપસી રાતોરાત એ લિસ્ટના કલાકારોમાં આવી ગઈ હતી. હાલ એ દેશના લિજેન્ડરી હોકી પ્લેયર સંદીપ સિંહની બાયો-ફિલ્મ સુરમાની રજૂઆત થવાની વાટ જોઈ રહી છે. આ ફિલ્મમાં પંજાબી ગાયક અભિનેતા દિલજિત સિંહે સંદીપ સિંહનો રોલ કર્યો છે અને તાપસીએ હરપ્રીત નામની મહિલા હોકી પ્લેયરનો રોલ કર્યો છે.