તાજેતરમાં ભાજપમાં પ્રવેશેલા અભિનેતા મિથુન ચક્રવર્તીને Y +શ્રેણીની સુરક્ષા આપવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નિર્ણય …

 

   

      વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાત પ્રસંગે, કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાયેલી રેલીમાં મિથુને વિધિસર રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ પર થતા હુમલાઓ અને હિંસાની બાબતોને લક્ષમાં રાખીને ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સરક્ષાની અંતર્ગત, મિથુનની અંગત સુરક્ષામાં 11 કમાન્ડો તૈનાત કરવામાં આવશે. તે સિવાય તેના 55 સુરક્ષાકર્મીઓની ટીમ તેમના નિવાસસ્થાન અને તેની આસપાસ હાજર રહીને તેની સુરક્ષાનો બંદોબસ્ત સંભાળશે.