તાજેતરના એક સર્વેક્ષણમાં ડોનાલ્ડ ટ્રમ્પની તુલનામાં જો બિડેનને મળેલી  સરસાઈ:  આગામી પ્રમુખપદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે કપરાં ચઢાણ 

 

      કોરોનાની મહામારીમાં સાવચેતીના પગલાં લેવામાં ટ્રમ્પને મળેલી નિષ્ફળતા  તેમજ અશ્વેત જયોર્જ ફલોઈડ પર પોલીસના નિર્મમ અત્યાચારની ઘટનાએ અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટાડી દીધી છે. હાલમાં કરવામાં આવેલા સર્વેમાં ટ્રમ્પને મુકાબલે ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેનને સરસાઈ મળી હોવાનું જણવા મળ્યું હતું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરોક્ત સર્વેને બોગસ ગણાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, સર્વેમાં રિપબ્લિકન પાર્ટીના સમર્થકોને નજર અંદાજ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાની જનતા જ યોગ્ય નિર્ણય કરશે. ફોકસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, પહેલી વાત તો એ છે કે, હું પરાજિત થવાનો નથી. બધા સરવે બોગસ છે. સ્પોન્સર્ડ  છે. 2016માં આ પ્રકારના સર્વેક્ષણ બોગસ પુરવાર થયાં હતા. મહત્વની વાત એ છે કે પોતે પ્રમુખ હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં પૂરો વિશ્વાસ વ્યકત કરી શક્યા નથી. ચાર વરસ અગાઉ પણ ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન સાથે મુકાબલો કરનારા ટ્રમ્પે મતદાનના થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, હિલેરીનો વિજય થાય તો  પરિણામનું સન્માન કરવા માટે કટિબધ્ધ નથી. કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન પ્રમુખે લીધેલા નિર્ણય અને સાવચેતીના પગલાં પૂરતા ન હોવાનું એ અનેક લોકોને લાગ્યું હતું. હવે જયારે પ્રમુખપદની ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી હોવાથી પરિસ્થિતિ માં ફેરફાર થવાની સંભાવના ઓછી જ છે