તાઈવાન ક્યાંરેય ચીનનો ભાગ નહોતું, અમારા લોકો જ ભવિષ્યઃ ત્સાઈ ઈંગ-વેન

 

તાઈપેઃ ચીનના પ્રમુખ શી જિનપિંગે કોમ્યુનિસ્ટ પક્ષની નેશનલ કોંગ્રેસમાં તાઈવાનને બળના જોરે પણ મેઈનલેન્ડમાં સામેલ કરવાની ધમકીથી તાઈવાન ભડક્યું છે. તાઈવાનની મેઈનલેન્ડ અફેર્સ કાઉન્સિલે કહ્નાં કે, તાઈવાન ક્યારેય ચીનનો ભાગ નહોતું. અમારા દેશના લોકો ૧૯૯૨ની સર્વસંમતીનો ક્યારેય સ્વીકાર નહીં કરે. તાઈવાન મેઈનલેન્ડ અફેર્સ કાઉન્સિલે કહ્નાં કે, તાઈવાનમાં હોંગકોંગની જેમ ઍક દેશ બે વ્યવસ્થાની ફોર્મ્યુલા ક્યારેય લાગુ નહીં થઈ શકે. તાઈવાનનું ભવિષ્ય નિડ્ઢિત કરવાનો અધિકાર અમારા નાગરિકોના હાથમાં છે. ચીન ગણરાજ્ય (રિપબ્લિક ઓફ ચાઈના – તાઈવાન) ઍક સંપ્રભૂ દેશ છે અને તાઈવાન ક્યારેય પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈન (ચીન)નો ભાગ નથી રહ્નાં. તાઈવાનનાં પ્રમુખ ત્સાઈ ઈંગ-વેનના પ્રવક્તા ઝાંગ ડનહાને કહ્નાં કે, તાઈવાન લોકતંત્ર અને સ્વતંત્રતા ધરાવતો ઍક સંપ્રભુ અને સ્વતંત્ર દેશ છે. અમે દૃઢતાથી ઍક દેશ, બે વ્યવસ્થાને ફગાવી દીધી છે. અમે તર્કસંગત, સમાનતા અને પરસ્પર સન્માનના સિદ્ધાંત હેઠળ તાઈવાન શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા બેઈજિંગના અધિકારીઓ સાથે કામ કરવા તૈયાર છીઍ.