તમારો ચેહરો જ ‘બોર્ડિંગ પાસ’ ઉડ્ડયન મંત્રીએ શ‚ કરી ‘ડિજીયાત્રા’ સુવિધા

 

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ‘ડિજીયાત્રા’ સુવિધા શ‚ કરી છે. આ હેઠળ, રાષ્ટ્રીય રાજધાનીના એરપોર્ટ પર ચહેરાની ઓળખ સિસ્ટમના આધારે હવાઇ મુસાફરોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ડિજીટ્રાવેલ સુવિધાથી મુસાફરોને એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી મળશે. સિકયોરિટી ચેક એરિયા સહિત વિવિધ ચેકપોઇન્ટસ પર ચહેરાની ઓળખ સિસ્ટમના આધારે પેસેન્જર ડેટા આપમેળે અપડેટ થશે. દિલ્હી ઉપરાંત વારાણસી અને બેંગલુ‚ એરપોર્ટ પર ડિજિયાત્રા સુવિધા શ‚ કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા માટે, મુસાફરોએ આધાર-આધારિત વેરિફિકેશન અને સેલ્ફ-ઇમેજ કેપ્ચરનો ઉપયોગ કરીને ડિજીયાત્રા એપ પર તેમની વિગતો રજીસ્ટર કરવાની જ‚ર છે. આગળનું પગલું એ છે કે ર્બોડિંગપાસ સ્કેન કરો અને એરપોર્ટ સાથે તમારા ઓળખપત્રો શેર કરો.

એરપોર્ટના ઇ-ગેટ પર પેસેન્જરે પહેલીવાર કોડેડ ર્બોડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ ઇ-ગેટ પર સ્થાપિત ચહેરાની ઓળખ સિસ્ટમ મુસાફરોની ઓળખ અને મુસાફરી દસ્તાવેજને માન્ય કરશે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ મુસાફર ઇ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશી શકશે. યાત્રીએ સુરક્ષા કિલયર કરવા અને વિમાનમાં સવાર થવા માટે સામાન્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે. ડિજીયાત્રા એપનું બીટા વર્ઝન ૧૫મી ઓગસ્ટે લોન્ચ કરવામાં આવ્યું હતું. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે. તે દેશનું સૌથી મોટું એરપોર્ટ પણ છે.

ડીજીયાત્રા ચહેરાની ઓળખ ટેક્નોલોજી પર આધારિત છે અને તે ર્બોડિંગ પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવશે. આ ઉપરાંત ડિજીયાત્રા એરપોર્ટ પર સુરક્ષા વધારવાની ખાતરી કરશે. પેસેન્જર ડેટા એરલાઇન્સ પ્રસ્થાન નિયંત્રણ સિસ્ટમ સાથે જોડવામાં આવશે, જે ફકત નિયુકત મુસાફરોને ટર્મિનલમાં પ્રવેશવાની મંજૂરી આપશે. ડિજીયાત્રાના ઓપરેશન માટે ડિજીયાત્રા ફાઉન્ડેશનને નોડલ બોડી બનાવવામાં આવી છે. તે એક નોન-પ્રોફિટ કંપની છે. ફાઉન્ડેશનના શેરધારકો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડઅને મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here