તમામ રાજ્યોની સંમતિથી પાંચ ટકા જીએસટીનો નિર્ણય લેવાયો: સીતારામન

 

નવી દિલ્હી: બિન ભાજપ શાસિત રાજ્યો સહિતના તમામ રાજ્યોની સહમતિ મેળવ્યા પછી જ ઘઉંના લોટ સહિતની વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું. દહી અને લોટ જેવા દૈનિક વપરાશની વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લગાવવાના નિર્ણય સામે થઇ રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય નાણા પ્રધાને આ નિવેદન આપ્યું છે.  તેમણે જણાવ્યું હતું કે બિન ભાજપ શાસિત રાજ્યો પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ર્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેરળે પણ પાંચ ટકા જીએસટી લગાવવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય જીએસટી પરિષદની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં તમામ રાજ્ય હાજર હતાં. કેન્દ્રીય નાણાં પ્રધાને આ નિવેદન સંસદના ચોમાસુ સત્રમાં પ્રથમ દિવસે કામ ન થવાની વચ્ચે આવ્યું છે.