
મોદી સરકારે તાજેતરમાં બેન્કીંગ સેકટર સંબંધિત મહત્વનો નિર્ણય લીધો હતો. દેશની 1,482 અર્બન કો- ઓપરેટિવ બેન્ક અને 58 મલ્ટી સ્ટેટ કો- ઓપરેટિવ બેન્કના થાપણદારોનાં નાણાં હવે વધુ સલામત બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ તાજેતરમાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, અતંરિક્ષવિજ્ઞાન અને બેન્કોને સંબંધિત મહત્વના સુધારા સૂચવતા વટહુકમને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે તમામ કો- ઓપરેટિવ બેન્કો , મલ્ટી સ્ટેટ કો- ઓપરેટિવ બેન્કો તેમજ સહકારી બેન્કોને રિઝર્વ બેન્કની દેખરેખ હેઠળ મૂકવામાં આવી છે. જેને કારણે આવી બેન્કોમાં મૂકવામાં આવેલા લોકોનાં નાણાને ગેરન્ટી પ્રાપ્ત થશે.. હવે બેન્કમાં પૈસા મૂકનારા થાપણદારોને વિશ્વાસ બેસશે કે તેમના નાણાં સહી સલામત રહેશે. ઉપરોક્ત બેન્કોમાં કુલ 8 કરોડ, 60 લાખ ખાતેદારો છે. 1540 બેન્કોમાં 4લાખ કરોડથી વધુ રૂપિયાની થાપણો છે. હવે આ તમામ થાપણો સુરક્ષિત બનશે.