તમને તકલીફ હોય તો પાકિસ્તાન જતા રહો, ઓવૈસીને શિયા વકફ બોર્ડના ચેરમેનનો જવાબ

 

નવી દિલ્હીઃ રામ મંદિરનું ભૂમિ પૂજન થઈ ગયું છે પણ વિવાદાસ્પદ નિવેદનોની વણઝાર ચાલુ જ છે. રામ મંદિર મુદ્દે AIMM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને જવાબ આપવા માટે હવે શિયા વકફ બોર્ડના ચેરમેન સૈદય વસીમ રીઝવી મેદાનમાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે, ઓવૈસીને કોઈ પરેશાની હોય તો તે પાકિસ્તાન જતા રહે અને ભારતના મુસ્લિમોને શાંતિથી રહેવા દે.

વસિમ રીઝવીએ ઓવૈસીને કહ્યું હતું કે, મંદિર તોડનારા તમારા પૂર્વજો હતા અને ભારતીય સંવિધાને હિન્દુઓને તેમનો હક આપી દીધો છે. હવે હિન્દુ મુસ્લિમોનું લોહી રેડવાની રાજનીતિ તમારે બંધ કરીને જેહાદના નામે મુસ્લિમોને લડાવવાનુ છોડી દેવુ જોઈએ. તેમણે કહ્યું હતું કે, રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટે જે પણ રસ્તો કાઢ્યો છે તે યોગ્ય છે અને આપણે બધા ભારતીય સંવિધાનના નિયમોથી બંધાયેલા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસીએ અગાઉ કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ ભૂમી પૂજનમાં જવું જોઈએ નહી. તેઓ કોઈ એક ધર્મના વડા પ્રધાન નથી.