તબ્લિગી જમાતની  પ્રવૃત્તિઓમાં શામેલ આશરે 2550 વિદેશીઓ ને 10 વર્ષ સુધી ભારતમાં પ્રવેશ  નહિ અપાયઃ કેન્દ્ર સરકારે 10 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો…

 કોરોનાના સંકટની પરિસ્થિતિ સામે લડત આફવા જ્યારે દેશની કેન્દ્રસરકાર આચારસંહિતા ઘડી રહી હતી, નિયમો બનાવીને લોકોને  કોરોનાથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં માં કાનૂન અને આચાર- સંહિતાનો છડેચોક ભંગ કરીને તબ્લિગી જમાતના લોકો હાજર રહયા હતા. જેમાં વિદેશી લોકોનો પણ સમાવેશ થયો હતો. આવા છુપાયેલા વિદેશી લોકોને સરકારે શોધીકાઢીને સકંજામાં લીધા હતા. તેમણે કરેલા કાયદાના ભંગ માટે સજા ફરમાવી હતી. ગત 24 ફેબ્રુઆરીના ઉત્તરીય દિલ્હીમાં થયેલી હિંસાની ઘટનામાં યુપીના સંગઠન દારૂલ ઉલૂમ દેવબંધ સાથે તબલિગી જમાતના લોકો સંડોવાયેલા  હોવાનું પુરવાર છયું હતું. ઉપરોક્ત વિદેશીઓ દ્વારા વિઝાના નિયમોનો ઉલ્લંધન કરવામાં આવ્યું હતું.આ વિદેશીઓ નાઈજીરિયા, શ્રીલંકા, કેન્યા , તાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર, થાઈલેન્ડ, બંગ્લાદેશ, યુકે, ઓસ્ટ્રેલિયા અને નેપાળ વગેરે દેશોમાંથી ભારત આવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં હિંસા ની ઘટનાઓ બની હતી.