તબિયતની સારવાર માટે નાણાંપ્રધાન અરુણ જેટલી અમેરિકાના પ્રવાસે – નાણાંખાતાનો વધારાનો ચાર્જ પીયૂષ ગોયલને સોંપવામાં આવ્યો

0
691

 

નાણાપ્રધાન અરુણ જેટલીએ ગત વરસે જ કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. હાલમાં તેમની નાદુરસ્ત તબિયતની વિશેષ સારવાર માટે તેએ અમેરિકાની મુલાકાતે ગયા છે. આથી તેમના નાણાખાતાનો ચાર્જ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલનો સોંપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આથી  ફેબ્રુઆરીમાં રજૂ થનારું દેશનું વચગાળાનું બજેટ પણ કદાચ પીયૂષ ગોયલ રજૂ કરે એવી સંભાવના હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.