ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને મળેલા જામીનની વિરુધ્ધ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી…

 

              મુંબઈની વડી અદાલતે – હાઈકોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા હતા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બોલીવુડમાં ડ્રગ્સના કથિત સેવનને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમાં રિયા ચક્રવર્તી સહિત 33 વ્યક્તિઓને આરોપી બનાવવામાાં આવી હતી. પોતાની ચાર્જશિટમાં એનબીસીએ જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને પોતાના ઘરે માદક પદાર્થનું સેવન કરવાની મંજૂરી આપી હતી. તેમજ ડ્રગ્સ ખરીદવા માટે રૂપિયા પણ આપ્યા હતા. ઐઆ રીતે માદક પદાર્થ સેવન તેમજ ખરીદી માટે રિયાએ તેને મદદ કરી હતી.