ડો. સુરેશ જોષીપુરાને બીજો આંતરરાષ્ટ્રીય અવોર્ડ

 

રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. સુરેશ જોષીપુરાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અવોર્ડ એનાયત થયો છે, જેમણે ચર્મરોગ, રક્તપિત્ત,  એઇડ્સ વિશે લોકજાગૃતિ ફેલાવી છે. ૩૭ જેટલા દેશોમાં ફરી ભારતમાં થતા રોગો વિશે માહિતી આદાનપ્રદાન કરી રિસર્ચપેપર રજૂ કર્યું છે. ઇન્ટરનેશનલ લીગ ઓફ સોસાયટી, જે ૪૨થી વધારે દેશોનું પ્રતિનિધિત્વ કરે છે ને જેમાં ૭૦ હજારથી વધારે ચર્મરોગનિષ્ણાત સભ્ય તરીકે છે. પુણેસ્થિત  ડર્માકોન-૨૦૨૦માં મુખ્ય સમારંભમાં આ અવોર્ડ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ડો. વેંકટરામ, ડો. રમેશ ભટ્ટ, પ્રમુખ ડો. કિરણ ગોડસે, ડો. રાવ વગેરે હોદ્દેદારોની હાજરીમાં એનાયત કરાયો છે.