ડો. વિષ્ણુ પંડ્યાનું તેમના જન્મદિવસે વારાણસીમાં કાંચીના શંકરાચાર્યના હસ્તે ભાષા-સન્માન

અમદાવાદઃ ગુજરાતનાં ખ્યાત લેખક-પત્રકાર ડો. વિષ્ણુ પંડ્યાનું વિવિધ પ્રદેશોના અઢાર સાહિત્યકાર ભાષા-કર્મીઓની સાથે કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જગદગુરુ શંકરવિજયેન્દ્ર સરસ્વતીના વરદ હસ્તે સન્માન કરવામાં આવશે.
14 સપ્ટેમ્બર, બુધવારે વારાણસીમાં હિંદુસ્તાન સમાચાર સંસ્થા દ્વારા યોજેલા કાર્યક્રમમાં દેશના અઢાર જેટલા પ્રદેશોમાં સાહિત્ય અને પત્રકારત્વમાં મહત્વનુ પ્રદાન કરનારા મહાનુભાવોનું સન્માન થશે. તેમાં અયોધ્યાના મુખ્ય મહંત મિથિલેશ આચાર્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ઉત્તર પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને હિંદુસ્તાન સમચારના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ માર્ડિકર ઉપસ્થિત રહીને “પંચપ્રાણ ભાષા અને સમૃદ્ધ ભારત” પર પોતાના વિચારો વ્યક્ત કરશે.
“ભારતીય ભાષા સન્માન દિવસ“ના નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતમાથી ડો. વિષ્ણુ પંડ્યાનું સન્માન થશે. સાહિત્ય, ઇતિહાસ, પત્રકારત્વ, રાજકીય સમીક્ષાના તેમના કુલ પુસ્તકોની સંખ્યા 150 થઈ છે, તે ગુણવત્તામાં પણ એટલાંજ આવકાર પામ્યા છે.
તાજેતરમાં તેમને ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષપદે ફરીવાર પસંદ નિયુક્ત કરાયા છે. ગુજરાત યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ પદવીથી તેમને નવાજિત કર્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને તેની સાથે હિન્દી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દુ અકાદમીના અધ્યક્ષ તરીકેનું 1917થી પાંચ વર્ષ સુધી સુકાન સંભાળ્યું ત્યારે અકાદમીનું આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્થાઓએ પણ સન્માન કર્યું હતું, બે વર્ષ પૂર્વે જ અકાદમીના વિશાળ મેઘાણી અકાદમી ભવનની સ્થાપનાનું શ્રેય વિષ્ણુ પંડ્યાને જાય છે.
ડો. વિષ્ણુ પંડ્યાનો જન્મ દિવસ પણ આ મહત્વના સન્માનની સાથે આવે છે. સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના માણાવદરમાં જન્મેલા વિષ્ણુ પંડ્યાને 2017માં રાષ્ટ્રપતિના વરદ હસ્તે શ્રેષ્ઠ નાગરિક સન્માન “પદ્મશ્રી” પ્રાપ્ત થયું હતું, તેઓ આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્ય ભારતીના માર્ગદર્શક પણ છે. (