ડોલરના મુકાબલે રૂપિયો નીચલા સ્તરે પહોંચ્યો …

0
839

ડોલરની સરખામણીમાં ભારતના રૂપિયાનું ખૂબ જ અવમૂલ્યન થયું છે. કહો કે, રૂપિયાનો ધબડકો થયો છે.  રૂપિયો અત્યાર સુધીની સૌથી નિકૃષ્ટ – નીચલી સપાટી પર પહોંચી ગયો છે.રૂપિયાે પહેલીવાર 70.50ની સપાટી વટાવી દીધી છે. ( અર્થાત 1 ડોલર ના 70 રૂપિયા અને 50 પૈસા) ડોલર સામે જે રીતે રૂપિયાના મૂલ્યનું ધોવાણ થઈ રહયું છે તે જોતાં આગામી દિવસોમાં ભારતમાં મોંઘવારી વધવાની પ્રબળ સંભાવના છે. આગામી દિવસોમાં પેટ્રોલ- ડિઝલ વધુ મોંધા થઈ શકે છે.