ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૬, ૨૦૧૭માં ફક્ત ૭પ૦ ડોલર આવક વેરો ભર્યો

 

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ જે વર્ષે અમેરિકી પ્રમુખપદ ચૂંટાયા તે વર્ષ દરમ્યાન અને વ્હાઇટ હાઉસમાં તેમના પ્રથમ વર્ષ દરમ્યાન પણ ફેડરલ ઇન્કમટેક્સ ચુકવ્યો હતો એમ એક મીડયા અહવાલે જણાવ્યું છે જે અહેવાલ એમ પણ જણાવે છે કે તેમણે અથવા તેમની કંપનીઓએ ૨૦૧૭માં ભારતમાં ૧૪૫૦૦૦ ડોલરના વેરાઓ ભર્યાં હતા. 

ટ્રમ્પની કપનીએ આ દરમ્યાન ભારતમાં આશરે ૧૪૫૭૦૦ ડોલર (આશરે ૧.૦૭ કરોડ) ટક્સ ચૂકવ્યો હતો. ડોનાલ્ડ જે. ટ્રમ્પે તેઓ જે વર્ષે પ્રમુખપદની ચૂંટણી લડયા તે વર્ષ ફેડરલ ઇન્કમટેક્સ તરીકે ૭પ૦ ડોલર ચુકવ્યા હતા. વ્હાઇટ હાઉસમાં તેમના પ્રથમ વર્ષ દરમ્યાન તેમણે બીજા ૭પ૦ ડોલર ચુકવ્યા હતા એમ ન્યુ યોર્ક ટાઇમ્સે ટેક્સ રિટર્ર્નના આંકડાઓ ટાંકીને રવિવારે જણાવ્યું હતું. 

આ અહવાલ તેના થોડા દિવસ પહેલા જ આવ્યો છે જ્યારે પોતાના ડેમોક્રેટ હરીફ બિડેન સાથે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડીબેટ યોજાનાર છે અને ૩ નવેમ્બર યોજાનાર પ્રમુખપદની ચૂંટણીના થોડા સપ્તાહ પહેલા આ અહવાલ આવ્યો છે. આ અખબારે દાવો કર્યો છે કે તેમણે અમેરિકી પ્રમુખ તથા અન્ય કેટલાકના આવકવેરાના ૨૦ વષર્ના આંકડા ભેગા કર્યાં છે. અહેવાલ જણાવે છે કે અગાઉના ૧પ વર્ષમાંથી ૧૦ વર્ષ દરમ્યાન તો ટ્રમ્પે કોઇ આવકવેરો જ ભર્યો ન હતો મોટ ભાગે એટલા માટે કે તેઓ કમાણી કરતા હતા તેના કરતા વધુ નાણા ગુમાવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અહવાલ વધુમાં એમ પણ જણાવે છે કે ૨૦૧૭ના વર્ષમાં જ્યારે ટ્રમ્પે અમેરિકામાં ફક્ત ૭પ૦ ડોલરનો વેરો ભર્યો હતો તેની સામે તેમણે કે તેમની કંપનીઓએ પનામામાં ૧૫પ૯૮ ડોલર, ભારતમાં ૧૪૫૦૦૦ ડોલર અને ફીલીપાઇન્સમાં ૧પ૬૮૨૪ ડોલર વેરો ભર્યો હતો. દરમ્યાન, વ્હાઇટ હાઉસના એક પ્રેસ બ્રિફીંગમાં ટ્રમ્પે આ અહેવાલને બનાવટી અહેવાલ ગણાવ્યા હતા. તે સંપૂર્ણ ફેક ન્યૂઝ છે. બનાવી કઢાયેલા સમાચાર છે. ભૂતકાળમાં પણ તેમણે આવું કર્યું છે, આવા અહેવાલ આપ્યા છે. મેં વેરો ભર્યો છે અને ઘણો વેરો ભર્યો છે અને તેના બધા રેકર્ડ ફાઇલમાં સાચવીને રાખ્યા છે એમ ટ્રમ્પે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી કાયદા પ્રમાણે પ્રમુખે પોતાના વેરાની વિગતો જાહેર કરવી પડતી નથી છતાં મોટા ભાગના પ્રમુખોએ તે વિગતો જાહેર કરી જ છે પરંતુ ટ્રમ્પ આ વિગતો જાહેર કરતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here