ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, રસી વગર ખતમ થઈ જશે કોરોના

વોશિંગટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, કોરોના વાઇરસ રસી વગર જતો રહેશે અને અમેરિકા મહાનતાની તરફ વધી રહ્યું છે. હકીકતમાં તેમણે આ વાત વ્હાઇટ હાઉસમાં પોતાની પાર્ટી રિપલ્કિનના સાંસદો સાથે વાતચીત દરમિયાન કહી હતી. તેમનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં ગ્રેડ ડિપ્રેશન બાદ બેરોજગારી દર સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે અને અત્યાર સુધી કોરોના વાઇરસથી ૭૬,૦૦૦ કરતા વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ‘આ કોઈ વેક્સીન વગર જતો રહેશે. આ જશે અને આપણે તેને બીજીવાર નહિ જોઈએ. તમે થોડા નારાજ થઈ શકો છે.’ તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે વિશ્વમાં આવી અન્ય બીમારીઓ આવી અને વેક્સીન વગર સમાપ્ત થઈ ગઈ. તેમણે કહ્યું, અહીં કેટલાક વાઇરસ અને ફ્લૂ છે જે આવ્યા. જ્યારે તેના માટે વેક્સીન શોધવામાં આવી, વેક્સીન ન મળી અને પછી વાઇરસ ગાયબ થઈ ગયો. તે બીજીવાર ન આવ્યો.
તેમને પત્રકારોએ આ દરમિયાન પૂછ્યું કે આ દાવાથી તેમનો શું અર્થ છે, શું તેમનું કહેવુ છે કે વેક્સીનની જરૂર નથી? તેના પર ટ્રમ્પે કહ્યું, ‘હું માત્ર ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરું છું. તે કહી રહ્યાં છે કે આમ થશે. તેનો અર્થ તે નથી કે આ વર્ષે, તેનો મતલબ નથી કે તે જઈ રહ્યાં છે. પરંતુ અંતે તે ચાલ્યો જશે. જ્યાં સુધી વેક્સીનનો સવાલ છે, જો તે અમારી પાસે હોય તો વધુ મદદગાર સાબિત થશે.