ડોનાલ્ડ ટ્રમ્પની ફ્લોરિડાથી સેવ અમેરિકા રેલીની શરૂઆત

 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના સારાસોટાથી તેમની બીજી સેવ અમેરિકા રેલીની શરૂઆત કરી છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ફ્લોરિડા આ રેલીનો સહ-પ્રાયોજક છે. આ પૂર્ણ-દિવસ ઇવેન્ટનો હેતુ ટ્રમ્પના અભિયાન મેક અમેરિકા ગ્રેટ અગેને ટેકો આપવાનો છે અને ટ્રમ્પ વહીવટની ઉપલબ્ધિઓને જાહેર કરે છે.

આ દરમિયાન અમેરિકન સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને આતશબાજી પણ કરવામાં આવશે. મીડિયાના જણાવ્યા અનુસાર કાર્યક્રમ પૂર્વે જ લોકોનું ટોળું સ્થળ પર પહોંચી ગયું હતું. લોકોના હાથમાં બેનરો અને પોસ્ટરો હતાં. સારાસોટાના રહેવાસી ફિલિપ ક્રુઝે જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પ અને તેમની ઈમિગ્રેશન નીતિને ટેકો આપવા માટે અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે ૨૦૨૪માં ફરીથી રાષ્ટ્રપતિ બનવા જોઈએ કારણ કે બાયડેનનો વહીવટ દેશને પાતાળમાં લઈ જશે. તે જ સમયે, અન્ય એક વ્યક્તિ રુડોફે કહ્યું કે ટ્રમ્પ ફાઇટર છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન અને તેના લાંબા સમયથી ચીફ ફાઇનાન્શિયલ ફિસર (સીએફઓ) એલન વીઝલબર્ગ પર ૧૫ વર્ષના કરચોરીના આરોપ મૂકવામાં આવ્યા છે