

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની કડક વિદેશનીતિને કારણે પાકિસ્તાનના વહીવટીતંત્ર પોતાની નીતિઓ બદલતું હોવાનો દેખાડો કરી રહ્યું છે. પાકિસ્તાને માત્ર દેખાડો કરવા માટે જ અલ કાયદાના વડા ઝવાહરીની પુત્રી અને જમાઈની ધરપકડ કરી હતી.અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ત્રાસવાદ વિરુધ્ધ સખત કાર્યવાહી નહિ કરવા બદલ પાકિસ્તાનને ધમકાવ્યું હતું. અમેરિકાને નારાજ કરવાનું પાકનું ગજું નથી. એટલે તેણે અમેરિકાને દેખાડવા પૂરતું ત્રાસવાદને ડામવાની કામગીરી હાથ ધરી હોવાનું માનવામાં આવે છે. અલ કાયદાના વડા ઝવાહરીની પુત્રી અને જમાઈ ઉમર જલાલ- બન્નેની ધરપકડ કરીને પાકિસ્તાને અમેરિકા આગલ સારા દેખાવાનો ડોળ જ કર્યો છે. ઉમર જલાલ અગાઉ ઓસામા બિન લાદેનનો બોડીગાર્ડ અને ડ્રાઈવર રહી ચુક્યો છે.
અલકાયદાના વડા અલ ઝવાહરી એફડીઆઈના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મોખરે છે. તેને પકડવા માટે પાંચ મિલિયન ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે.