ભારતમાં આજકાલ કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી રહી છે. લોકો પોતાની કાળજી રાખી રહ્યા છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી રહી હોવાનો મત અનેક લોકોએ રજૂ કરી દીધો છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનો ભય વ્યક્ત કર્યો હતો. તેમણે લોકોને તાત્કાલિક ધોરણે વેકસીન લેવાની અપીલ કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અગાઉથી જ યુરોપ અને આફ્રિકામાં વધુ અસર થવાની ચેતવણી આપી ચૂક્યું છે. ઈરાનના પ્રમુખ હસન રુહાની્એ કહ્યું હતું કે, દેશમાં ડેલ્ટા વેરિયન્ટને લીધે રોજ આવતા કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમણે ઈરાનના 90થી વધુ શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધો છે. બીજી બાજુ દેશના અન્ય 120 શહેરોને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પોર્ટુગલમાં પણ ડેલ્ટા વેરિયન્ટને કારણે વધતા કેસને જોઈને સરકારની ચિંતા વધી રહી છે.