ડેમોક્રેટ પક્ષના અગ્રણી નેતા હિલેરી કિલન્ટને પ્રમુખપદના ઉમેદવાર જો બિડેનને પોતાનું સમર્થન આપવાનું ઘોષિત કર્યું …

 

  રિપબ્લિકન નેતા – પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ રોજબરોજ વધતી જાય છે. અમેરિકમાં કોરોનાથી સંકરમિત લોકોનો આંક દસ લાખ સુધી પહોંચી ગયો છે. દેશમાં 60,000 લોકોનાં મોત થયાં છે. દેશનું અર્થતંત્ર ગબડી રહ્યું છે. તેમના વિરોધીઓ વધી રહ્યા છે. એકસર્વોચ્ચ નેતા તરીકે તેમની કામગીરી વિવાદાસ્પદ રહી છે.

  ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જો બિડેનની સ્થિતિ મજબૂત બનતી જાય છે. અનેક રાજકીય નેતાઓ તેમને સમર્થન આપી રહ્યા છે. જેમાં ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, પ્રમિલા જયપાલ, બન્ની સોડર્સનો સમાવેશ થાય છે. કોરોનાની અસરઘેરી છે. લોકો પર એના ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે. જેની અસર આગમી ચૂંટણીમાં પણ આઅવશ્ય દેખાશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હાલાત ખરાબ છે, જયારે તેમના પ્રતિસ્પર્ધી જો બિડેનની ઉમેદવારી વધુ ને વધુ મજબૂત બનતી જાય છે.