
અમેરિકાના પ્રમુખપદ માટેની આગામી ચૂંટણીમાં હિંદુ- અમેરિકન મહિલા તરીકે ઉમેદવારી કરનારાં ડેમોક્રેટિક પક્ષના પ્રથમ હિંદુ કોંગ્રેસ વુમન પોતે હિંદુ છે એ બાબત ગૌરવની લાગણી અનુભવે છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાના હિંદુ સમુદાય તરફથી મને અભૂતપૂર્વ સાથ- સહકાર પ્રાપ્ત થઈરહ્યો છે. આથી કેટલાક લોકો મને કટ્ટર હિંદુ કહીને મારી ટીકા કરી રહ્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મેં મુલાકાત લીધી એ બાબતને પણ મારા વિરોધીઓ અને કેટલાક મિડિયાકર્મીઓ ખોટી રીતે અવલોકી રહ્યા છે. તેઓ મને કટ્ટરવાદી હિંદુનું બિરુદ આપી રહ્યા છે. અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને મિશેલ ઓબામા – સહુએ નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી છે. તો પછી મને જ કેમ કટ્ટરવાદી હિંદુ ગણાવીને ટીકા કરવામાં આવે છે.