ડેન્ગ્યુ પર સંશોધન કરી વૈજ્ઞાનિકોએ દવા તૈયાર કરી : હવે આ દવા ડેન્ગ્યુના ઈલાજ માટે કામ લાગશે….

 

કેન્દ્રીય અનુસંધાન સંસ્થાના વિજ્ઞાનીઓેએ  ડેન્ગ્યુના નિવારણ માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. અનેક પ્રયાસો બાદ હવે લખનઉની કેન્દ્રીય ઔષધિય  અનુસંધાન સસ્થામાં કાર્યરત વિજ્ઞાનીઓને ડેન્ગ્યુની સારવાર માટે અનિવાર્ય બને એવી દવા તૈયાર કરવામાં સફળતા મળી છે.આ સફળતાથી તેઓ ખુશ છે. હવે આ દવાનું મેડિકલ કોલેજોમાં ટ્રાયલ તરીકે પરીક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણના  કાયર્ક્રમમાં  આગ્રાની મેડિકલ કોલેજને પણ જોડવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દર્દીઓ પર પણ આ દવાની કલીનિકલ ટ્રાયલ લેવાની મંજૂરી  આપવામાં આવી છે. દેશના 20 કેન્દ્રોમાં 10 હજાર ડેન્ગ્યુના દર્દીઓ છે. તેને દવા આપીને તેમનું પરીક્ષણ  પણ કરવામાં આવશે. તેમાં જીએસવીએમ,કિંગ જયોર્જ મેિડકલ યુનિવર્સિટી, લખનઉ  તેમજ એસએન મેડિકલ કોલેજ અને આગ્રાનો સમાવેશ થાય છે. દરેક કેન્દ્ર 10 દર્દીઓ પર તેની ટ્રાયલ કરશે. 

 આ દવા છોડ પર આધારિત છે. તેને કયુકયુલસ હિર્સુટસનું શુધ્ધ દલ- અર્ક કહેવામાં આવે છે. આ દવાના લેબ પરીત્રમ  તેમજ ઉંદરો પરના પ્રયોગોના પરિણામો સફળ રહ્યા છે. કંપનીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી માનવ ટ્રાયલ માટે પરવાનગી પણ મેળવી છે. દેશની 20 મેડિકલ કોલેજમાં ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં કાનપુર, લખનઉ, આગ્રા, મુંબઈ, થાણે, પુણે, ઔરંગાબાદ, કોલકાતા, બેન્ગલુરુ, બેલગામ, ચેન્નઈ, જયપુર, કટક, જયપુર વગેરેનો સમાવેશ થાય છે.