ડીજે શેઝવુડનું નવું ગીત ‘મેં હુસ્ન હૂં’ લોન્ચઃ શ્વેતા ખંડુરીનો હોટ ડાન્સ

હોપ (હાઉસ ઓફ પાર્ટી) મુંબઈમાં ડીજે શેઝવુડે પોતાનું નવું ગીત મેં હુસ્ન હૂં લોન્ચ કર્યું છે, જે શિબાની કશ્યપે ગાયું છે અને ઇન્દ્રેશ બડોલાએ નિર્માણ કર્યું છે. આ ગીતના વિડિયોમાં શ્વેતા ખંડુરીએ એક હોટ ડાન્સ કર્યો છે. આ કાર્યક્રમમાં કૃષ્ણા અભિષેક, દીપશિખા નાગપાલ, મનીષ રાયસિંહ, રાકેશ પૌલ, સ્મિતા ગોંદકર, શિવરાની સોમૈયા, ગુરપ્રીત કૌર, લીઝા મલિક વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. મેં હુસ્ન હૂં એવું ગીત છે જે દર્શકોના મનથી દિલ સુધી પહોંચી ગયું છે. ડીજે શેઝવુડે મિકા સિંહ, દલેર મહેંદી અને અન્ય કલાકારો સાથે કામ કર્યું છે. લોકસંગીતમાં યોગદાન બદલ તેને પોપ સંગીત, એનબીસી સંગીત પુરસ્કાર, 18મા મહારાષ્ટ્ર પત્રકાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. શિબાની કશ્યપે જણાવ્યું કે અત્યારે રિમિકસનો જમાનો છે. એવા કેટલાય સ્વર છે જેને કોઈ ઓળખતું નથી. હું સ્વતંત્ર રીતે ગીતો રજૂ કરી રહી છું. એક ગાયક માટે જરૂરી છે કે તેનાં ગીતો લોકપ્રિય થાય. આ ગીત યુટ્યુબમાં લોન્ચ થયું છે અને ધૂમ મચાવે છે.