ડિરેક્ટર અનિલ શર્માએ આગામી ફિલ્મ ‘જિનિયસ’થી પુત્ર ઉત્કર્ષને બોલીવુડમાં લોન્ચ કર્યો

બોલીવુડના પ્રતિભાશાળી ડિરેક્ટર અનિલ શર્માએ પોતાના જન્મદિન નિમિત્તે ફિલ્મ ‘જિનિયસ’ની ઉજવણી કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં અનિલ શર્માએ પાર્ટીનું આયોજન કર્યું હતું. તસવીરમાં (ડાબેથી) અભિનેત્રી ઈશિતા, ઉત્કર્ષ શર્મા, અનિલ શર્મા, સની દેઓલ, આયેશા ઝુલકા, બોબી દેઓલ અને કમલ મુકુટ નજરે પડે છે. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

બોલીવુડના પ્રતિભાશાળી ડિરેક્ટર અનિલ શર્માએ પોતાના જન્મદિન નિમિત્તે ફિલ્મ ‘જિનિયસ’ની ઉજવણી કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં અનિલ શર્માએ પાર્ટીનું આયોજન કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ અનિલ શર્માના પુત્રના જન્મદિને શરૂ થયું હતું અને શૂટિંગનું સમાપન અનિલ શર્માના જન્મદિને થયું હતું. આ પાર્ટીમાં અભિનેતા ઉત્કર્ષ શર્માને બોલીવુડના જાણીતા અભિનેતા સની દેઓલે પરિચિત કરાવ્યો હતો. આ ફિલ્મથી અનિલ શર્મા પોતાના પુત્ર ઉત્કર્ષ શર્માને લોન્ચ કરી રહ્યા છે. ડિરેક્ટર અનિલ શર્માએ નવોદિત અભિનેત્રી ઈશિતાનો પરિચય મિડિયાને કરાવ્યો હતો. આ ફિલ્મ હાઈટેક ટેક્નિકનો ઉપયોગ કરીને બનાવાયેલી રોમાંચક ફિલ્મ છે, જેની વાર્તા એક યુવાનની જિંદગી હાઈટેક એક્શન અને લવસ્ટોરી વચ્ચે ફરે છે. અનિલ શર્માએ કહ્યું કે હું મારા પુત્ર ઉત્કર્ષને બોલીવુડમાં લોન્ચ કરવા જઈ રહ્યો છું. સોહમ રોકસ્ટાર, દીપક મુુકુટ અને કમલ મુકુટનો હું આભારી છું. ચાર માસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

કે. સી. શર્મા અને કમલ મુકુટ અનિલ શર્મા પ્રોડક્શન્સ અને સોહમ રોકસ્ટાર એન્ટરટેઇનમેન્ટ આ ફિલ્મ રજૂ કરી રહ્યા છે. ફિલ્મના કલાકારોમાં મિથુન ચક્રવર્તી, આયેશા ઝુલકા, નવાઝુદ્દીન સિદ્દીકી તેમ જ ઉત્કર્ષ શર્મા-ઈશિતાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here