ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટઃ જુલાઈ, 2018નું વિઝા બુલેટિન

0
1171

ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટ અંતર્ગત જુલાઈ, 2018નું વિઝા બુલેટિન નીચે મુજબ છેઃ
રોજગાર-આધારિત વિવિધ પ્રેફરન્સ કેટેગરી
ઇબી-1 ચીન અને ઇબી-2 ઇન્ડિયા કેટેગરી પહેલી જાન્યુઆરી, 2012ના રોજ સ્થિર રહેશે. યુએસસીઆઇએસ ડિસ્ટ્રિક્ટ ઓફિસો ઇબી-1 ચીન અને ઇબી-2 ઇન્ડિયા અરજીકર્તાઓના ઇન્ટરવ્યુ નક્કી થયેલી ફાઇનલ એક્શન ડેટ અગાઉ અગ્રિમ તારીખોમાં કરતી નથી.
ઇબી-1 વર્લ્ડવાઇડ કેટેગરી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં દાખલ કરાશે, પરંતુ એ નોંધવું જોઈએ કે આ કેટેગરી ઓક્ટોબરમાં ‘કરન્ટ’ તરીકે પાછી ફરશે.
ઇબી-2 ઇન્ડિયા કેટેગરી જુલાઈમાં 15મી માર્ચ, 2009ના લગભગ ત્રણ માસ એડવાન્સ રહેશે. તમામ ઇબી-2 ઇન્ડિયા ફાઇનલ એક્શન ડેટના આ લાભ મદદની ખાતરી આપશે કે તમામ ઇબી-2 વિઝા સંખ્યા આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઉપયોગમાં લેવાશે.
ઇબી-2 વર્લ્ડવાઇડ ડિમાન્ડ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં વધી છે અને તે જળવાઈ રહેશે તેમ કહેવું વહેલું ગણાશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટને ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં ફાઇનલ એક્શન ડેટ અમલ કરવાની જરૂર પડી શકે છે. જો તેમ થશે, તો ઇબી-2 વર્લ્ડવાઇડ ઓક્ટોબરમાં ‘કરન્ટ’ થશે.
ઇબી-2 ચીનની ડિમાન્ડ ફાઇનલ એક્શન ડેટની સ્થિર હિલચાલ છતાં પણ તાજેતરના મહીનાઓમાં ઓછી થઈ રહી છે.
ઇબી-2 ચીન ચાર માસ આગળ જશે અને ડિમાન્ડ વધારવા માટે પહેલી જાન્યુઆરી, 2015 બનશે. ઇબી-3 ચીન ડિમાન્ડ ખૂબ જ વધારે છે અને પ્રતિ દેશની મર્યાદા સુધી પહોંચી ગઈ છે. આના પરિણામે ઇબી-2 ચીન અને ઇબી-3 ચીન કેટેગરી માટે ફાઇનલ એક્શન ડેટ્સ ફરીથી ઇબી-3 ચીન સાથે ટક્કર આપી રહી છે અને તે ઇબી-3 ચીન કરતાં બે વર્ષ આગળ છે. આ નાણાકીય વર્ષમાં ઈબી-3 ચીનમાં વધુ એડવાન્સમેન્ટની આશા સભ્યોએ ન રાખવી જોઈએ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ આ સતત નિહાળશે અને નોંધશે કે ઇબી-2 ચીન અને ઇબી-3 ચીન માટે ફાઇનલ એક્શન ડેટ્સ બંને સાથે ચાલશે, તો આપણે છેલ્લાં કેટલાંક વર્ષોનો ડાઉનગ્રેડ ટ્રેન્ડ ઓછો થતો નિહાળીશું. ધારણા મુજબ, ઇબી-4 મેક્સિકોની પોતાની વાર્ષિક મર્યાદા વપરાઈ ગઈ છે, અને જુલાઈમાં તેની ફાઇનલ એક્શન ડેટ આઠમી ફેબ્રુઆરી, 2016ના રોજ ઇબી-4 અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસના માર્ગે ચાલશે. ડીઓએસને આશા છે કે ઇબી-4 મેક્સિકો કેટેગરી ઓક્ટોબરમાં 22મી ઓક્ટોબર, 2016ની ફાઇનલ એક્શન ડેટ પર પાછી ફરશે, પરંતુ આશા રાખે છે કે ઇબી-4 અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસની ફાઇનલ એકશન ડેટ આગામી નાણાકીય વર્ષના પ્રથમ કેટલાક મહિનાઓ માટે અટકાવી રખાશે.
ઇબી-4 ઇન્ડિયા ડિમાન્ડ વધી રહી છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફાઇનલ એક્શન ડેટના અમલીકરણમાં પરિણમે તેવી સંભાવના છે. જો તેનો અમલ થશે, તો આ કેટેગરી ઓક્ટોબરમાં કરન્ટ બનશે.
ઇબી-5 ચીન નોન-રિજનલ સેન્ટર અને રિજનલ સેન્ટર જુલાઈમાં પહેલી ઓગસ્ટ, 2014ના રોજ અટકાવી રખાશે અને સપ્ટેમ્બર દરમિયાન તે તારીખ સુધી જળવાઇ રહેશે તેવી આશા છે.
પરિવાર આધારિત પ્રેફરન્સ કેટેગરી
પરિવાર આધારિત પ્રેફરન્સ કેટેગરીઓ સતત એડવાન્સ રહેશે. ડીઓએસ નોંધે છે કે એજન્ટ ઓફ ચોઇસ લેટર્સ પ્રત્યેનો ઓછા પ્રતિભાવના દરો, (ખાસ કરીને એફબી-3 કેટેગરીમાં), વધુ ઝડપથી ખસેડવાનું કારણ બની શકે છે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો સંપર્ક  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.