ડાયાબીટીસ વિશે એકદિશા ફાઉન્ડેશન-ત્રિભુવનદાસ ફાઉન્ડેશન વચ્ચે કરાર


એકદિશા ફાઉન્ડેશન આણંદ, પીઆરટીસી વડોદરા અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશન આણંદ વચ્ચે ડાયાબીટીસ પર વિવિધ કામગીરી કરવાનો કરાર થયો હતો. આ પ્રસંગે એકદિશા ફાઉન્ડેશનના ચેરમેન ડો. નયનજીત ચૌધરી, પીટીઆરસી વડોદરાના જગદીશભાઈ પટેલ, ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ડો. નીખીલ ખારોડ, સૌરભ દવે, ડો. રૂચિ વૈદ્ય, હેમાંગ શાહ, અલ્પેશ ક્રિસ્ટી હાજર રહ્યા હતા. (ફોટોઃ પુષ્પેન્દ્ર પટેલ, આણંદ)

આણંદઃ એક દિશા ફાઉન્ડેશન આણંદ, પીટીઆરસી વડોદરા અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશન આણંદ વચ્ચે ડાયાબીટીસ પર વિવિધ કામ કરવા માટે એક દિશા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. નયનજીત ચૌધરી, પીટીઆરસી વડોદરાના જગદીશભાઈ પટેલ, ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ડો. નીખીલભાઈ ખારોડ, સૌરભભાઈ દવે, ડો. રૂચીબહેન વૈદ્ય, હેમાંગભાઈ શાહ, અલ્પેશભાઈ ક્રીસ્ટી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાર કરવામાં આવ્યા હતા.
ડો. નયનજીત ચૌધરીએ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ઇઝરાયલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મૃદુલા ભાર્ગવને પ્રાપ્ત થયેલ  એવોર્ડમાં પ્રાપ્ત થયેલ રકમ ડાયાબીટીસ પરના સંશોધન માટે પીટીઆરસીને અર્પણ કરી છે. એક દિશા ફાઉન્ડેશનના પરિવાર દ્વારા સેવા કરવાની ખુશી વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે હવે આ ત્રણે સંસ્થાઓ તારાપુર વિસ્તારના ગામોમાં ડાયાબીટીસની કાળજી લેવા અંગે પીડીત કુટુંબો સાથે કામ કરશે.
ડો. નીખીલભાઈ ખારોડ, જગદીશભાઈ પટેલે પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકોએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કરેલા પેઇન્ટીંગનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નીલાબહેન નાણાવટી, રમેશભાઈ ભક્તા, શીલા ધોળકીયા, ડો. સુલભા નટરાજ, આરતીબહેન પમનાની, નાનક પમનાની વગેરે મહાનુભાવો શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ત્રણેય સંસ્થાના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.