ડાકોરમાં ૨૫૦ વર્ષના ઇતિહાસમાં બંધ બારણે ધરાવાયો અન્નકૂટ

 

ડાકોરઃ આણંદ-ખેડા જિલ્લામાં પણ કોરોનાને ભૂલાવીને ધામધૂમપૂર્વક દિવાળી ઉજવવામાં આવી રહી છે. બેસતા વર્ષ મંદિરોમાં પૂજા કરી અન્નકૂટ ધરાવવામાં આવશે. આ વર્ષ કોરોનાને કારણે અનેક મંદિરો બંધ રાખવા તેમજ અનેક નિયમોનું પાલન કરી દર્શન કરવા મંજૂરી આપવામાં આવી છે. ડાકોર મંદિરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બેસતા વર્ષના દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ અન્નકૂટની આસપાસના ગ્રામજનો લૂંટ ચલાવે છે. જો કે, આ વખતે કોરોના મહામારીના કારણે આ પ્રથા રદ્દ કરવામાં આવી છે. તેના બદલે મંદિરમાં બંધ બારણે પ્રતિકાત્મક રીતે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જયારે બપોરે ૪ વાગ્યા બાદ પ્રભુના દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

અગાઉ કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટન્સ સહિતના કોવિડના નિયમો ભંગ થવાના કારણે અન્નકૂટ લૂંટ પ્રથા રદ્દ કરવા મંદિર અને તંત્ર વચ્ચે મહાગાંઠ ચાલતી હતી. દરમિયાન પ્રથા રદ્દ થશે તો આસપાસના ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી સરપંચોએ ઉચ્ચારી હતી. આખરે આ મામલે શુક્રવારે પોલીસ અને સરપંચો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં સરપંચોએ આંદોલનનો કાર્યક્રમ પડતો મુક્યો હતો. સાથોસાથ અન્નકૂટ પ્રતિકાત્મક રીતે ભગવાનને ધરાવવાનો નિર્ણય લેવાયો હતો.

ડાકોરમાં ભગવાન રણછોડરાય પ્રત્યે ભક્તો આસ્થા ધરાવે છે. દેશ વિદેશના અનેક ભક્તો નવા વર્ષ ભગવાનના દર્શન કર્યા બાદ તેમના ધંધા, રોજગારનો પ્રારંભ કરે છે. જો કે, મંદિરના ઈતિહાસમાં આવો પ્રસંગ પ્રથમ વખત બનશે કે બેસતા વર્ષના દિવસે ભગવાનના દર્શન મોડા થશે