ડલાસમાં સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે


ડલાસઃ ડલાસ-અમેરિકામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ યુએસએમાં નિર્માણ પામેલ નૂતન મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ, સીતારામ, વેંકટેશ્વર બાલાજી, શિવ-પાર્વતી, ગણપતિ, હનુમાનજી આદિ દેવોનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ 11મીથી 19માં ઓગસ્ટ દરમિયાન ઊજવાશે. આ માટે ગુરુકુળનાં બાળકો, યુવાનો અને વડીલ સ્ત્રી-પુરુષ ભક્તો તનતોડ સેવા કરી રહ્યાં છે. ભારતથી પણ એક પછી એક મંડળ આવી રહ્યાં છે. આ મહોત્સવમાં શ્રીમદ્ સત્સંગી જીવનની પારાયણ તથા સત્સંગ વ્યાખ્યાનમાળા, 25 કુંડી શ્રીમહા વિષ્ણુયાગ, 1008 સમૂહ મહાપૂજા, અખંડ ધૂન – અખંડ મંત્રલેખન, સાંસ્કૃતિક પ્રદર્શન, બાલ-યુવા સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા મંચ, રક્તદાન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ જેવાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યાં છે.
આ મહોત્સવમાં ભગવાનને અખંડ ધારી રહેલા, જેની દષ્ટિમાત્રથી આલોક-પરલોકમાં સુખ, શાંતિ પ્રાપ્ત થાય એવા ગુરુકુળ સંસ્થાનના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીનાં દિવ્ય દર્શન-આશીર્વાદ પ્રાપ્ત થશે. લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી આદિ 30થી વધારે સંતોનાં દર્શન-સત્સંગનો પણ લાભ મળશે. આ મૂર્તિ-પ્રતિષ્ઠામાં પધારવા ભાવિકજનોને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા નિમંત્રણ અપાયું છે. મહોત્સવની માહિતી માટે (972) 729-9941