ડલાસમાં એકતાની ક્ષમતા પર આધારિત બીએપીએસની મહિલા પરિષદ

0
1076


ડલાસઃ જ્યાં એકતા છે ત્યાં શક્તિ છે. આ નાનકડા, પણ અત્યંત મહત્ત્વપૂર્ણ વિષય પર આધારિત બીએપીએસની વાર્ષિક મહિલા પરિષદ ડલ્લાસ, ટેક્સાસમાં 21મી એપ્રિલે યોજાઈ. સમાજમાં ઘણા લોકોની એકતા વિશેની માન્યતા સાથે વ્યક્તિગતપણે સંગઠિત રાષ્ટ્ર અને વૈશ્વિક સમાજમાં ભાગ એ પરિષદનો મધ્યવર્તી વિચાર હતો. વક્તાઓએ વધુ સંગઠિત માનસિકતા કેળવવામાં નમ્રતા અને હકારાત્મકતા જેવા સદ્ગુણોના ભાગ વિશે વિગતે જણાવ્યું હતું.
ઉત્તર અમેરિકામાં 14 જેટલાં સ્થળોએ યોજાયેલી આ પરિષદનું ધ્યેય સંવાદ અને વિચારો દ્વારા શ્રોતાઓમાં બદલાવ લાવવાનું હતું. ડલ્લાસમાંની પરિષદમાં ડીએફડબ્લ્યુ એરપોર્ટના પ્રવાસી સંપર્ક વિભાગના વડા (મેનેજર) શાહલા પિલ્લાઈ મુખ્ય વક્તા હતા. પરિષદની મહત્તા વિશે જણાવતાં તેમણે અભિપ્રાય આપ્યો હતો કે, બાળપણમાં મારી પાસે આવો કોઈ આધાર નહોતો. એટલે, જે મહિલાઓએ આ કેડી કંડારી છે, તે આપણને ભૂલનું પુનરાવર્તન કરતાં રોકે છે. આપણા ભવિષ્ય માટે એ અનુભવ એક સારી તક મેળવી આપે છે. આ કારણ એકલું જ આવી પરિષદો માટે પર્યાપ્ત છે.
પરિષદની શરૂઆત અમેરિકા અને ભારતનાં રાષ્ટ્રગીતોથી થઈ. દરેક શ્રોતાએ બન્ને ગીતોને ઊભા રહી માન આપ્યું હતું. ત્યાર પછી, પૂજા સોલંકીએ એકતા છેવટે શું એના પર ભાર મૂકતા એ કેમ જરૂરી છે એ સમજાવ્યું હતું. સંગઠન અનેકવિધ લાભ મેળવી આપી શકે છે, પરંતુ વક્તાઓએ મુખ્યત્વે નાના પાયે વ્યક્તિગત રીતે કરાયેલી કામગીરી કેવી રીતે સંયુક્ત કુટુંબ અને એ દ્વારા સમાજ અને વિશાળ જનહિતના લાભ મેળવી શકે એ સમજાવ્યું હતું.
પરિષદના બીજા બે વક્તાઓએ કેવી રીતે નમ્રતા અને હકારાત્મકતાના ગુણોને વધુ વિકસાવી સંબંધોમાં એકતા મેળવી શકાય એ સમજાવ્યું હતું. નમ્રતા એ કંઈ કહેવાની લાક્ષણિકતા માત્ર નથી, એને વ્યક્તિએ અમલમાં મૂકી વિકસાવવી જોઈએ. ડોક્ટર જ્યોતિ પટેલે આ અંગે ચર્ચા કરી સમજાવ્યું કે નમ્રતાનો ગુણ જીવનના દરેક ડગલે કેવી રીતે વિકસાવી શકાય! પોતાના અંગત અનુભવો અને અન્યોના વક્તવ્ય દ્વારા પ્રેરિત થયેલાં રીના રાવે સમજાવ્યું કે કેવી રીતે સેવા અને સહનશક્તિ દ્વારા નમ્રતાનો ગુણ મજબૂત કરી શકાય. અંતમાં, ગોપી પટેલે હકારાત્મકતાની તાકાત સમજાવી પરિષદનું સમાપન કર્યું.
શ્રોતાઓની જેમ વક્તાઓ પણ વિવિધ વ્યવસાય અને સમાજમાંથી આવ્યા હતા. છતાંય, તે બધા સાથે મળી સંવાદની એક વૈચારિક ભૂમિકા અને વિકાસ કેળવી શક્યા હતા. જૂલી મિચેલ નામના શ્રોતાએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, આ પરિષદ જાણે નારી, એકતા અને પ્રેમનો ઉત્સવ હતો!
બીએપીએસની મહિલા પરિષદના પ્રેરણાસ્ત્રોત પ્રમુખસ્વામી મહારાજ હતા, અને પ્રોત્સાહિત કરનાર મહંત સ્વામી મહારાજ છે. આ પરિષદ આજના સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા વિશે ભાર મૂકે છે. વળી, પરિષદ સચોટ સંવાદ દ્વારા નવી પેઢીમાં જાગરૂકતા આણે છે. પરિષદ પહેલાં અને પછી પણ, હાજર શ્રોતાઓએ સમાજના વિસ્તૃત વર્ગમાંથી આવેલા સાથીઓ સાથે વાતચીત અને મેળાપ કર્યો હતો, અને પરિષદના વિષયે ચર્ચા કરી હતી. અનેક શ્રોતાઓએ પોતાને આ પરિષદથી નવી પ્રેરણા મળી હોવાનું અને પોતાના મિત્રો અને કુટુંબને આ પ્રેરણા પહોંચાડવાનું સ્વીકાર્યું હતું. શ્રોતાઓ આપણા સૌ સમક્ષ એક સંદેશો મૂકતા ગયા છે, ભલે એકતાનો વિચાર એક વૈશ્વિક કે સહિયારો વિચાર છે, વિશ્વમાં પરિવર્તન લાવી સંગઠિત થવું વ્યક્તિગત શક્તિ પર નિર્ભર છે! (માહિતી અને ફોટોસૌજન્યઃ સુભાષ શાહ, ડલાસ)