

ગીતમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાને ડાન્સ કર્યો છે. આ બન્ને કલાકારોની કેમેસ્ટ્રી તેમજ તેમના ડાન્સ સ્ટેપ્સ ખરેખર પ્રેક્ષણીય છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ પેશ થઈ રહી છે. આ ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા કેટરિના કૈફ ભજવી રહી છે. એક મિનિટ અને 10 સેકન્ડની સમય અવધિ ધરાવતા આ ગીતના વિડિયોને અનેક લોકો ઉત્સાહ અને ઉત્તેજના સાથે નિહાળી રહયા છે. મહાનાયક અમિતાભ બચ્ચન અને મી. પરફેકશનિસ્ટ આમિર ખાન પ્રથમવાર એકસાથે આવી રહયા છે. મૂળ તો આ ફિલ્મની વાર્તા એટલી રોમાંચક અને રહસ્યપૂર્ણ છે કે દર્શકોને એ જોવાની તાલાવેલી રહે એમાં શંકા નથી. જૂના જમાનામાં 18મી સદીના સમયગાળામાં ભારતની સમાજવ્યવસ્થા. પ્રવાસ અને મુસાફરી તેમજ વટેમાર્ગુઓને થતા સારા – માઠા અનુભવો વગેરે અનેક બાબતો આફિલ્મમાં વણી લેવામાં આવી છે. યાત્રા કરતા લોકોને ચોર – લૂંટારા અને ઠગ કેવી કેવી યુક્તિ – પ્રયુક્તિ કરીને રંજાડતા, લૂંટતા, જાનથી મારી નાખતા– આવું રસપ્રદ, કૂતૂહલજન્ય અને રોમાંચક કથાનક આ ફિલ્મમાં પેશ થયું છે. આ ફિલ્મમાં ઠગોની વાત છે, જેના વિષે બહુ માહિતી જાણવા મળતી નથી.