

હવે તો આધુનિકતા અને ટેકનોલોજીના અવનવા આવિષ્કારોએ અનેક ઉપલબ્ધિઓ સર્જી છે. હવે તો દરેક ફિલ્મનું ટ્રેલર જારી થાય છે અને લગભગ બોલીવુડની દરેક ફિલ્મનું રજૂઆત અગાઉ ટ્રેલર રિલિઝ કરાય છે. અગાઉના 70-80ના દાયકાઓમાં આવી સગવડ અને સહજતા પ્રાપ્ય નહોતી. રાજ કપુર, વી. શાંતારામ, રાજ ખોસલા, બી. આર. ચોપરાની ફિલ્મોના ટ્રેલરો રજૂ કરાતા. પણ હવે તો … !!
યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ઠગ્સ ઓફ હિંદુસ્તાન મોટા બજેટની મલ્ટી સ્ટાર ફિલ્મ છે. દિવાળીના તહેવારોમાં 8 નવેમ્બરે રિલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં બે દિગ્ગજ પ્રતિભાસંપન્ન અભિનેતાઓ અમિતાભ અને આમિર ખાન સૌપ્રથમવાર એકસાથે આવી રહ્યા છે. યશરાજ ફિલ્મસની ફિલ્મો પ્રેક્ષકોમાં હંમેશા આકર્ષણ જમાવતી હોયછે. ઠગ્સ ઓફ હિંદુસ્તાનની બોલીવુડના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહયા છે…!