ટ્રિપલ તલાકને સજાપાત્ર અપરાધ ગણાવતા કાનૂનની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર વિચાર કતરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત  કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આપી નોટિસ,..

0
816

.

 

  તીન તલાકના કાનૂન વિરુધ્ધ  દાખલ કરવામાં આવેલી અરજી મામલે સુપ્રીમ કેોર્ટે સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ તીન તલાક કાનૂનની સમીક્ષા કરવા તૈયાર થઈ ગઈ છે. તીન તલાકની વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં કુલ 3 પિટિશન- અરજીઓ દાખલ કરવામાં આવી છે. 

   ઉલેમા- એ- હિન્દ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા અનુસાર, તીન તલાકનો એક ઉદે્શ મુસ્લિમ પતિઓને સજા કરવાનો છે. જયારે હિન્દુ સમુદાય કે અન્ય સમુદાયમાં આવા પ્રકારની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. અન્ય અરજીમાં જણાવવામાં આવ્યા અનુસાર, આ તીન તલાકના કાનૂનને કારણે વ્યક્તિના નૈતિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. 

   નવો કાનૂન પસાર થયા બાદ. તીન તલાક હવે ભારતમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે. જે આ ગુનો આચરે તેને 3 વરસની જેલની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો લેખિત, મૌખિક અથવા અન્ય કોઈ પણ માધ્યમથી પતિ એકવારમાં પોતાની પત્નીને તીન તલાક આપે છેતો તે ગુનેગારની શ્રેણીમાં ગણાશે. તીન તલાકના અંગે વ્યક્તિ સ્વયં કે પછી એની નિકટના સંબંધી જ કેસ નોંધાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here